પ્રેગ્નેન્સીમાં કરો આ કામ, બાળકમાં આવશે સારા સંસ્કાર


By Sanket M Parekh16, Jul 2023 04:20 PMgujaratijagran.com

આધ્યાત્મિક પુસ્તકો વાંચો

ગર્ભમાં 7 મહિના બાદ બાળક માતાનો અવાજ સાંભળવા લાગે છે. એવામાં ગર્ભાવસ્થા દરમિયાન ધાર્મિક પુસ્તકો વાંચવાથી બાળકમાં સકારાત્મક વિચારો આવશે.

સારુ સંગીત સાંભળો

સંગીત સાંભળવાથી માતા રિલેક્સ થાય છે અને બાળકોને પણ સંગીત સારુ લાગે છે. સ્ટડી અનુસાર, સંગીત સાંભળવાથી માતા અને બાળક બન્નેનો તણાવ ઓછો થાય છે.

યોગ કરો

ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવાથી પ્રેગ્નેન્ટ મહિલાઓ રિલોક્સ અને શાંત રહે છે. જેથી બાળક શારીરિક અને આધ્યાત્મિક રુપે સ્વસ્થ રહે છે.

ઘી ખાવ

ગર્ભાવસ્થામાં ચોથા મહિનાથી નવમા મહિના સુધી ઘી ખાવાની સલાહ આપવામાં આવે છે. જે શિશુના માનસિક અને શારીરિક વિકાસ માટે ફાયદેમંદ હોય છે

ગર્ભ સંસ્કાર

ગર્ભ સંસ્કારનો અર્થ શિશુને સારા સંસ્કાર આપવાનો છે. જે ગર્ભધારણથી પહેલા શરૂ અને ગર્ભાવસ્થા દરમિયાન અને સ્તનપાનના સમય સુધી ચાલે છે.

ગર્ભ સંસ્કાર શું હોય છે

એવું મનાય છે કે, શિશુનો માનસિક અને ધાર્મિક વિકાસ ગર્ભમાં જ શરૂ થઈ જાય છે અને આ સમયે તેમની પર્સનાલિટી પણ વિકસિત થાય છે. બાળકના 50 ટકા મગજનો વિકાસ તો ગર્ભની અંદર જ થઈ જાય છે.

મહાભારતમાં ગર્ભ સંસ્કાર

ભારતીય સંસ્કૃતિ અનુસાર, ગર્ભથી શિશુને સારી શિક્ષા આપવાની શરૂ કરી દેવી જોઈએ. મહાભારતમાં પણ અર્જુનના પુત્ર અભિમન્યૂની માતાના ગર્ભમાં જ યુદ્ધની નીતિઓ શીખી હતી.

આ છે દુનિયાનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ, કિંમત લાખોમાં છે