વેજીટેબલ બિરયાની બનાવાની આ રેસીપી સૌથી સરળ છે


By Smith Taral20, Apr 2024 05:35 PMgujaratijagran.com

આપણે માર્કેટમાંથી મોંઘા ભાવે વેજ બિરયાની મંગાવતા હોઈએ છે, એવામાં ક્યારેક તે સ્વાદમા પણ સારી નથી આવતી,અને પૈસાનો વેડફાટ થાય છે. બજારમાંથી વેજ બિરયાની મંગાવવાને બદલે ઘરેજ જ માર્કેટ જેવી વેજ બિરયાની બનાવી શકાય તો. ચાલો જાણીએ વેજીટેબલ બિરયાની બનાવવા માટે જરૂરી સામગ્રી અને રેસીપી વિશે.

સામગ્રી

બાસમતી ચોખા, બે ચમચી સમારેલી ડુંગળી, આદુ-લસણની પેસ્ટ, લીલા વટાણા, સમારેલા કોબીજ, ઝીણા સમારેલા ગાજર, બે ઝીણા સમારેલા બટાકા, ઝીણા સમારેલા લીલા કઠોળ, દહીં, એલચી, લવિંગ, જાયફળ, ફુદીનો, પાણી. જીરું, તજ, કાળા મરી, કાળી એલચી, ખાડી પર્ણ, મીઠા વગરનું માખણ.

સ્ટેપ 1

બાસમતી ચોખાને પાણીમાં સારી રીતે ધોઈ તેને અડધા કલાક માટે પલાળી રાખો.

સ્ટેપ 2

એક પેનમાં ચાર ચમચી ઘી ગરમ કરો. તેમાં સમારેલા ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો, ત્યારપછી ડુંગળીના ટુકડાને કાગળમાં કાઢી લો.

સ્ટેપ 3

હવે એ જ પેનમાં જીરાને તળી લઈ તેમાં લવિંગ, તજ, જાયફળ અને કાળા મરી નાખીને ફ્રાય કરો.

સ્ટેપ 4

હવે તેમા આદુ અને લસણની પેસ્ટ નાખો અને એક મિનિટ સુધી ફ્રાય કરો. હવે તેમાં મીઠું, મરી, માખણ, દહીં અને બધી શાકભાજી મિક્સ કરી ધીમી ગેસ પર રાંધો

સ્ટેપ 5

હવે એક અલગ પેનમાં 8 કપ પાણીમાં બે ચમચી મીઠું નાખીને ઉકાળો.

સ્ટેપ 6

થોડા લવિંગ, તજ, જીરું, કાળી ઈલાયચી અને લીલી ઈલાયચીને એક કપડામાં બાંધીને પોટલી બનાવી લો, હવે આ પાણીમાં નાખો. પાણીમાં ખાડીના પાન પણ ઉમેરો. મસાલાનો સ્વાદ ન આવે ત્યાં સુધી પાણીને લગભગ 20 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકાળો.

સ્ટેપ- 7

હવે બાસમતી ચોખાને બાફેલા પાણીમાં નાખી રાંધો.

સ્ટેપ 8

જ્યારે ચોખા અડધા રંધાઈ જાય ત્યારે તેને પાણીમાંથી ગાળી લઈ અને ચોખા અને બાકીનું પાણી અલગ-અલગ રાખી લો

સ્ટેપ 9

ચોખામાં ઘી મિક્સ કરીને બાજુ પર રાખો. એક વાસણમાં શેકેલી ડુંગળી મૂકો અને ઉપર ચોખા ફેલાવો. શાકભાજીને ચોખા પર ફેલાવો અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો. હવે ગરમા-ગરમ સર્વ કરો.

સરસવનું તેલ અસલી છે કે નકલી? કેવી રીતે ચકાસણી કરવી,જાણી લો આ સરળ રીતો