બજારમાં મોટા ભાગનું સરસવનું તેલ ભેળસેળ વાળું વેચવામાં આવી રહ્યું છે. કેટલીક સરળ પદ્ધતિ દ્વારા તમે ઘરે બેઠા જ સરસવના તેલની ગુણવત્તા ચકાસી શકો છો,ચાલો જાણીએ.
ભેળસેળ વાળું સરસવનું તેલ ઓળખવા માટે તમે તેનો ફ્રીઝમાં મૂકો,જો તેલ જામી જાય કે તેલમાં સફેદ ડાઘ જોવા મળે તો તે તેલમાં ભેળસેળ વાળું છે.
સરસવનું તેલ તમારા હાથમાં પર સારી રીતે ઘસો.જો તેલમાંથી કોઈ રંગ નીકળે કે કેમિકલની ગંધ આવે તો તેલ નકલી છે.
ઓઇલ બેરોમીટર રીડિંગ 58 થી 60.5 હોય છે પરંતુ જો સરસવના તેલનું રીડિંગ નિયત ધોરણ કરતા વધુ હોય તો તે તેલ નકલી છે.
તેલનો રંગ બદલવાનો અર્થ છે કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે.આજકાલ આર્જેમોન તેલને સરસવના તેલમાં ભેળવવામાં આવે છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.