અનિલ અગ્રવાલની કંપની વેદાંતા લિમિટેડે કહ્યું કે તેમના બોર્ડે પરિસંપત્તિ સ્વામિત્વવાળા કારોબારી મોડલને આજે મંજૂરી આપી છે. તેને પગલે 6 અલગ-અલગ કંપનીનું લિસ્ટીંગ થશે.
કારોબારના પુનર્ગઠન આગામી 12થી 15 મહિનામાં પૂરું થવાની આશા છે, જેથી કંપનીઓની યોગ્ય કિંમત સામે લાવી શકાય અને મોટા રોકાણને આકર્ષિત કરવામાં મદદ મળશે.
સૂચિત યોજના અંતર્ગત 6 નવી કંપની-વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા ઓઈલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા સ્ટીલ એન્ડ ફેરસ મટેરિયલ, વેદાંતા બેઝ મેટલ્સ તથા વેદાંતા લિમિટેડનો સમાવેશ થાય છે.
કંપનીઓના વિઘટન અંતર્ગત વેદાંતાના દરેક 1 શેરના બદલામાં શેરધારકોને પાંચ નવી કંપનીઓના 1-1 શેર મળશે. દરેક કંપની તેનું બોર્ડ ધરાવશે.
વેદાંતા પાવર સિવાયની તમામ કંપનીઓના શેરની કિંમત ફેસ વેલ્યુ શેરદીઠ રૂપિયા 1 હશે. વેદાંતા પાવર માટે અંકિત મૂલ્ય રૂપિયા 1 પ્રતિ શેર રહેશે.