જો તમે પણ ઘરે ભોજન બનાવવાના શોખીન છો તો આ સપ્તાહના અંતમાં શા માટે ઢાબામાંથી ફૂડ ખાવ, જ્યારે તમે ઘરે જાતે ઢાબા સ્ટાઇલનું ફૂડ બનાવી શકો છો. આ વખતે ઘરે જ ટ્રાય કરો સરળ ઢાબા સ્ટાઇલ દાળની રેસીપી.
અરહર દાળ, ટામેટા-ડુંગળી, ધાણા પાવડર-લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ, હીંગ, આખું લાલ મરચું, ઘી અથવા માખણ, મીઠું, મસાલા.
અરહર દાળને ધોઈને થોડી વાર પલાળી રાખો. આ પછી આ દાળને કુકરમાં નાખો.
હવે તેમાં પાણી ઉમેરો અને પછી તેમાં હળદર અને મીઠું નાખીને તેને પકાવવા માટે રાખો. કુકરને ધીમા ગેસ પર 2 સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
દાળ બફાઈ જાય એટલે એક પેનમાં એક ચમચી ઘી નાખીને ગરમ થવા દો. તેમાં ડુંગળી ઉમેરો અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો. લીલા મરચા પણ નાખો.
આ પછી તેમાં ટામેટા, લાલ મરચું અને ધાણા પાવડર નાખી થોડીવાર ધીમા ગેસ પર પાકવા દો.
ત્યાર બાદ આ પેનમાં બાફેલી દાળ નાખી થોડીવાર ધીમા ગેસ પર પકાવો. બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
આ પછી એક પેનમાં ઘી મૂકો, જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે તેમાં જીરું, આખા લાલ મરચાં અને હિંગ ઉમેરો અને આ તડકાને દાળ સાથે મિક્સ કરો અને સર્વ કરો.
આ સ્ટેપથી તમે ઘરે પણ ટેસ્ટી ઢાબા સ્ટાઇલની દાળ બનાવી શકો છો, સ્ટોરી ગમે તો લાઈક અને શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.