અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે.
અબૂધાબીની એક કંપનીને લઈ ખાસ દાવો કરવામાં આવી રહ્યો છે. અહેવાલ પ્રમાણે અબૂધાબીની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની અદાણી ગ્રુપની આ બન્ને કંપનીમાં પોતાની હિસ્સેદારી ઘટાડી રહી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 1.66 ટકા ઘટાડા સાથે 816.40 અને અદાણી ગ્રીન એનર્જીના શેર 1.01 ટકા ગગડી રૂપિયા 100.1.55 રહ્યા હતા.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અબૂધાબીની ઈન્ટરનેશનલ હોલ્ટિંગ કંપની અદાણી ગ્રુપની આ બન્ને કપનીઓમાં તેનો હિસ્સો ઘટાડી રહી છે. તેને લીધે શેરના ભાવમાં ઘટાડો થયો છે.