રોટલી બનાવવા સાથે જોડાયેલી આ 5 ભૂલો સ્વાસ્થ્યને નુકસાન કરે છે


By Vanraj Dabhi29, Sep 2023 01:22 PMgujaratijagran.com

રોટલીના તત્વો

ઘઉંના લોટની રોટલી ભારતમાં સૌથી વધુ ખાવામાં આવે છે. ઘઉં ઉપરાંત બાજરી, જવ અને અન્ય અનાજમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

મલ્ટિગ્રેન લોટ

અગાઉ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ બાજરી અને અન્ય અનાજ મિક્સ કરીને રોટલી બનાવવામાં આવતી હતી. જો કે હવે શહેરોમાં પણ લોકો આ આદત અપનાવવા લાગ્યા છે.

રોટલી બનાવવા સંબંધિત ભૂલો

સામાન્ય રીતે લોકો રોટલી બનાવતી વખતે જાણ્યે-અજાણ્યે કેટલીક ભૂલો કરી બેસે છે, જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

ગેસની સીધી જ્યોત પર રોટલી પકાવવી

એક હેલ્થ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગેસની સીધી જ્યોત પર રોટલી શેકવી યોગ્ય નથી. આવું કરવાથી કેન્સર જેવી બીમારીઓ થવાનો ખતરો પણ રહે છે.

નોન-સ્ટીક પેનનો ઉપયોગ

મોટાભાગના લોકો રોટલી બનાવવા માટે નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરે છે. ભલે તેના ઉપયોગથી વસ્તુઓ ચોંટતી નથી પરંતુ નોન-સ્ટીક પેનમાં વપરાતા રસાયણો સ્વાસ્થ્ય માટે સારા નથી.

લોટ બાંધવામાં ભૂલ

કેટલાક લોકો લોટ બાંધ્યા પછી તરત જ રોટલી બનાવવાનું શરૂ કરે છે. જોકે આ આદત બિલકુલ સારી નથી. લોટ બાંધી લીધા પછી તેને થોડી વાર માટે રાખી દેવી.

એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ

મોટાભાગના ઘરોમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ રોટલી બાંધવા માટે થાય છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે આમ કરવાથી ઘણી ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

વાસી રોટલી ખાવી

કેટલાક લોકોને રોજની રોટલી સાંજે ખાવાની આદત હોય છે. વાસી રોટલી ખાવાથી તમને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ખાટા-મીઠા ટમેટાંનું અથાણું ઝડપથી તૈયાર કરવા માટેની સરળ રીત જાણી લો