તમે ટામેટાંને આપણે ઘણીવાર શાકમાં નાખીને ખાધા હશે પરંતુ તેનું અથાણું પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને અદ્ભુત હોય છે. આવો તેને બનાવવાની સરળ રીત વિશે જાણીએ.
ટામેટા - 500 ગ્રામ, હળદર પાવડર - અડધી ચમચી, મેથી પાવડર - 1 ચમચી, લાલ મરચું પાવડર – 3 ચમચી, આદુ – બારીક સમારેલ, મીઠા લીમડાના પાન – 8, સરસવ - એક ચમચી, મીઠું - સ્વાદ મુજબ.
સૌ પ્રથમ એક પેનમાં મેથીના દાણા નાખી તેને શેકી લો અને તે ઠંડુ થાય પછી તેનો પાવડર બનાવી લો.
આ પછી એક કડાઈમાં તેલ ઉમેરી તેમાં સરસવના દાણા, આદુ નાખીને ધીમા ગેસ પર પકાવો.
આદુ સારી રીતે તળી જાય પછી તેમાં મીઠા લીમડાના પાન, હિંગ અને લાલ મરચું પાવડર નાખીને તળી લો. આ મિશ્રણને કાઢીને અલગ રાખી દો.
આ પછી પેનમાં ફરીથી તેલ, ટામેટાં અને મીઠું ઉમેરો. ટામેટાં બફાઈ જાય ત્યાં સુધી તેને ઢાંકી દો.
હવે ટામેટાંમાં હળદર, લાલ મરચું પાવડર, સરસવ અને મેથી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે તેમાં બાકીનું મિશ્રણ ઉમેરો અને ટામેટાંમાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી પકાવો.
આ રીતે સ્વાદિષ્ટ અને ખાટા-મીઠા ટામેટાંનું અથાણું તૈયાર થાય છે, સ્ટોરી ગમે તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.