ભારતમાં ખનિજ ઉત્પાદન જુલાઈ મહિનામાં વાર્ષિક ધોરણે 10.7 ટકા વધ્યું છે. જુલાઈ 2023માં ખાણ અને ઉત્ખનન ક્ષેત્રમાં ખનિજ ઉત્પાદન સૂચકાંક 111.90 હતો.
જુલાઈ મહિનામાં ખનિજોમાં કોલસાનું ઉત્પાદન 693 લાખ ટન રહ્યું છે. લિગ્નાઈટનું ઉત્પાદન 32 લાખ ટન, પેટ્રોલિયમનું 25 લાખ ટન, બોક્સાઈડ 14,77,000 ટન રહ્યું છે.
જુલાઈ,2022ની તુલનામાં જુલાઈ,2023 દરમિયાન ખનિજોમાં વૃદ્ધિ નોંધવામાં જેમા ક્રોમાઈટ, મેગનીઝ, કોલસા, ચૂનાનો પથ્થર, લોખંડ, સોના તથા તાંબાનો સમાવેશ થાય છે.
જે ખનિજોમાં સંકોચન જોવા મળ્યું તેમાં લિગ્નાઈટ, બોક્સાઈટ, ફોસ્ફરાઈટ અને હીરાનો સમાવેશ થાય છે.