ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના રોકાણની દ્રષ્ટીએ સપ્ટેમ્બરમાં ખૂબ જ નબળો મહિનો સાબિત થઈ શકે છે.
અમેરિકી બોન્ડની ઉપજમાં વધારો થતા અને ક્રુડના ભાવમાં તેજી વચ્ચે FPIએ ભારતીય બજારમાં આ મહિનામાં અત્યાર સુધીમાં રૂપિયા 13,837 કરોડનું રોકાણ પાછું ખેંચ્યુ છે.
છેલ્લા છ મહિનામાં વિદેશી ફંડોએ ઘરેલુ બજારમાં રૂપિયા 1.7 લાખ કરોડ (21 અબજ ડોલર)નું રોકાણ કર્યું છે. તેને લીધે શેરબજારમાં નીચલા સ્તરેથી આશરે 17 ટકાની તેજી જોવા મળી છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં માર્ચ દરમિયાન નીચલા સ્તરેથી 40 ટકાથી વધારે તેજી જોવા મળી છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ આ મહિનામાં અત્યાર સુધીમાં 14 હજાર કરોડની ખરીદી કરી છે.