વેદાંતાએ ગુરુવારે હિન્દુસ્તાન ઝીંકમાં રહેલા તેના 2.44 ટકા હિસ્સેદારી એટલે કે 10 કરોડ શેર ગીરવે મુક્યા છે.
આ સાથે હિન્દુસ્તાન ઝીંકમાં રહેલી પોતાની કુલ 64.92 ટકા હિસ્સેદારીનો 91 ટકા હિસ્સો ગીરવે મુકી ચુકી છે.
વેદાંતા અને હિન્દુસ્તાન ઝીંક બન્ને અબજપતિ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના નિયંત્રણ હેઠળની કંપની છે.
મોટાભાગના શેર યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસે ગિરવે મુક્યા છે. જ્યારે 2.44 ટકા હિસ્સેદારી એક્સિસ ટ્રસ્ટી સર્વિસિસ પાસે ગીરવે મુક્યો છે.