વેદાંતા ગ્રુપ અલગ-અલગ કારોબાર માટે અલગ-અલગ લિસ્ટીંગ અંગે વિચારણા કરી રહી છે. આ માટે કંપની યોગ્ય સલાહ વિચારણા બાદ કારોબારને અલગ કરી અલગથી લિસ્ટીંગ કરાવશે.
શેરધારકોને પાઠવવામાં આવેલા વીડિયો મેસેજમાં કંપનીના ચેરમેને કહ્યું કે અલગ-અલગ કારોબારના લિસ્ટીંગનો અર્થ થાય છે કે તમારી પાસે વેદાંતાનો એક શેર હોય તો તમને અન્ય અનેક કંપનીઓના શેર મળી શકે છે.
રોકાણકારોને અલગ-અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવાની તક આપશે.કંપની તરફથી માહિતી સામે આવ્યા બાદ કંપનીમાં 1 ટકા જેટલો ઘટાડો થયો હતો.
કંપનીના શેરના પર્ફોમન્સની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનામાં શેરનો ભાવ 15 ટકા, ત્રણ મહિનામાં 20 ટકા અને એક વર્ષમાં શેરનો ભાવ 11 ટકા ગગડ્યો છે.