વેદાંતાને ઝાંબિયાની કોપર માઈનની માલિકી પ્રાપ્ત થઈ


By Nileshkumar Zinzuwadiya06, Sep 2023 04:06 PMgujaratijagran.com

કોપર માઈન

ભારતના ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની વેદાંતા રિસોર્સિસ લિમિટેડે ઝાંબિયાની એક કોપર માઈન કંપનીનો માલિકી હિસ્સો પરત મળવ્યો છે.

ચાર વર્ષની કાયદાકીય લડાઈ

કંપનીએ ચાર વર્ષની કાયદાકીય લડાઈ બાદ આ વિવાદનો ઉકેલ મેળવી લીધો છે અને આ અંગે કંપનીએ અધિકૃત જાહેરાત કરી હતી. સ્થાનિક સરકારે કોંકોલા કોપર માઈન્સની માલિકી અને ઓપરેશનલ ક્ન્ટ્રોલ વેદાંતાને પરત કર્યો છે.

KCMની 79.4 ટકા હિસ્સેદારી

હવે કંપની પાસે KCMની 79.4 ટકા હિસ્સેદારી છે. વેદાંતાએ કહ્યું છે કે KCMને પરત મેળવવાથી વિશ્વને કાર્બનમુક્ત બનાવવા માટે એનર્જી ટ્રાન્ઝીશનમાં વ્યાપક સહાયતા મળશે.

1.6 કરોડ ટન રિસોર્સિસ

કોંકોલા કોપર માઈન્સ પાસે કન્ટેન્ડ કોપરનો 1.6 કરોડ ટન રિસોર્સિસ તથા રિઝર્વ છે. તેનો કોપર ગ્રેડ 2.3 ટકા છે,જે વૈશ્વિક સરેરાશ 0.4 ટકાથી વધારે છે.

નાસ્તામાં સ્વાદિષ્ટ મકાઈના ભજીયા આ રીતે બનાવો