વાસ્તુ સાથે સંકળાયેલી આ ભૂલ ક્યારેય ના કરશો, નહીંતર થોડા દિવસોમાં થઈ જશો બરબાદ


By Sanket M Parekh03, Jun 2023 04:15 PMgujaratijagran.com

રસોડામાં દવા ના રાખો

રસોડામાં દવા કે દવાનું બોક્સ ના રાખવું જોઈએ. જેના કારણે વાસ્તુદોષ થાય છે અને ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.

બાથરૂમમાં ના રાખશો આ વસ્તુ

જો તમે બાથરૂમનો ઉપયોગ ના કરી રહ્યાં હોવ, તો તેનો દરવાજો બંધ રાખો. વાસ્તુ મુજબ, બાથરૂમમાં તૂટેલો અરીસો, તૂટેલા ચપ્પલ, ભીનું કપડું અને ખાલી ડોલ ના રાખવી જોઈએ. જેથી વાસ્તુ દોષ પેદા થાય છે.

તિજોરીનો નિયમ

વાસ્તુ શાસ્ત્ર મુજબ, તિજોરી નજીક સાવરણી અને એઠા વાસણ જેવી વસ્તુઓ ના રાખવી જોઈએ. આમ કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને ધનની હાનિ થાય છે.

કાંટા વાળા છોડ

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં કાંટાળા છોડ રાખવાથી બચવું જોઈએ। જેથી ઘરમાં મુશ્કેલી આવે છે. જેની જગ્યાએ ઘરમાં તુલસીનો છોડ રાખવો જોઈએ.

સાવરણીનું વાસ્તુ

સાવરણીને ક્યારેય ઉભી ના રાખવી જોઈએ. આ ઉપરાતં સાવરણીને ઘરની અંદર રાખવી જોઈએ, બીજાની નજર ના પડે તે રીતે. જો તમે આ નિયમ નહીં પાળો, તો લક્ષ્મી નારાજ થઈ શકે છે

બંધ ઘડિયાળ

ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળ ના રાખવી જોઈએ. જેના કારણે ઘરમાં વાસ્તુ દોષ પેદા થાય છે. જેની ખરાબ અસર તમારી આવક ઉપર પડે છે.

ઉત્તર દિશા

ભૂલથી પણ ઉત્તર દિશામાં પાણીની કોઈ વસ્તુ ના રાખો. જેમ કે ફ્રીઝ, RO. એવું મનાય છે કે, આ દિશામાં આવો સામાન રાખવાથી ધનની હાનિ થાય છે અને આર્થિક તંગી આવે છે.

આસોપાલવના ઝાડને જળ આપવાના ફાયદા