આસોપાલવના ઝાડને અશોક પણ કહેવાય છે. તેનો અર્થ થાય કે શોક ન કરવો. અમે આપને જણાવીશું કે આસોપાલવના ઝાડને જળ અર્પણ કરવાથી શું ફાયદા થાય છે.
આસોપાલવના પાંદડાનું ધાર્મિક મહત્વ છે, તે દરેક માંગલિક કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે. ઘરમાં અશોકનું ઝાડ હોય તો જીવનમાં અપાર સફળતા મળે છે.
માન્યતા અનુસાર આસોપાલવના ઝાડમાં જળ અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં શાંતિ બની રહે છે
આસોપાલવના ઝાડ પર દરરોજ જળ ચઢાવવાથી ઘરમાંથી રોગ-દોષનો નાશ થાય છે અને પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.
ઘરના ગૃહ ક્લેશ અને શોક દૂર કરવા માટે આસોપાલવના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ.
આસોપાલવના ઝાડને હંમેશા ઘરની ઉત્તર દિશામાં લગાવવું જોઈએ.