પરિવાના સભ્યો વચ્ચે સંબંધ સારા નથી રહેતા અને હંમેશાં તણાવ રહે છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ ખમત થઇ ગયો છે. જો કેટલાક વાસ્તુ દોષ તમારા ઘરમાંથી દૂર કરશો તો સુખી રહેશો.
ઘરની દીવાલો પર તસવીર અથવા મૂર્તિ ના લગાવવી જોઇએ. દીવાલો ઉપર ફોટો બનાવી શકો છો. ઘરના મંદિરમાં અથવા ક્યાંય પણ ભગવાનની મોટી મૂર્તિઓ, તસવીર ના રાખવી.
જો મૂર્તિ અથવા ફોટો દીવાલ ઉપર લગાવા ઈચ્છો છો તો માપી લો કે તેની હાઇટ 1થી 11 આંગળી સુધી હોય. તેનાથી મોટી મૂર્તિ અથવા તસવીર દીવાલ ઉપર ના લગાવો.
ઘરમાં જો કોઇ રૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોય તો તેને ભાડે ના આપો. એ દિશામાં ટોયલેટ બનાવવું પણ અશુભ ગણાય છે. જો તમે આ બંને વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તો ધનની હાની થઇ શકે છે.
ઘરની બારીઓ અંદરની બાજુ ખોલવી જોઇએ. દરવાજા પણ અંદરની બાજુ ખોલવા જોઇએ. તમને જણાવી દઇએ કે દરવાજા ખોલવા અને બંધ થવા પર અવાજ આવવો પણ અશુભ ગણાય છે.