Vastu Tips: ધનની અછતને દૂર કરવા માટે મુખ્ય દરવાજે કરો આ ફેરફાર
By Jagran Gujarati18, Jan 2023 04:10 PMgujaratijagran.com
વાસ્તુ દોષથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જેનાથી બીમારી, આર્થિક તંગી, પરિવારમાં ઝઘડા જેવી ગંભીર સમસ્યા વ્યક્તિને પરેશાન કરે છે.વાસ્તુ દોષ
વાસ્તુ દોષથી ન માત્ર આર્થિક સમસ્યા સર્જાય છે પરંતુ અન્ય પ્રકારની સમસ્યા પણ આવે છે. આવામાં કંઈક ખાસ ઉપાય કરવા જોઈએ.વાસ્તુ દોષથી સમસ્યા
દરરોજ સવારે મંદિરમાં દિવો કરો અને ત્યાર પછી ઘરના મુખ્ય દરવાજા પર પાણીમાં હળદર ભેળવી છંટકાવ કરો અને પછી બન્ને તરફ સ્વચ્છ પાણી ધોઈ નાખો.હળદરવાળું પાણી
આવું કરવાથી નકારાત્મક ઉર્જા જતી રહે છે અને પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુ દોષથી છૂટકારો મેળવવા માટે આ કારગર ઉપાય છે.સકારાત્મક ઉર્જા
ઘરના મુખ્ય દરવાજે સાફ-સફાઈ રાખવી જોઈએ. મુખ્ય દરવાજે ગંદગી હોવાથી માતા લક્ષ્મી પાછા જતા રહે છે.સાફ-સફાઈ
સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા પૂજા સ્થળની સાફ સફાઈ રાખવી જોઈએ. પછી મુખ્ય દરવાજાની સફાઈ કરવી જોઈએ. આવું કરવાથી ઘરમાં આર્થિક સ્થિતિ સારી રહે છે.મુખ્ય દરવાજો સાફ રાખો
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Shehzada અભિનેત્રી Kriti Sanon ના 'સનસાઇન પોઝ' પર ફિદા થયા ફેન્સ