ઘરમાં પોપટ રાખવો શુભ કે અશુભ? જાણો


By અક્ષત પંડ્યા27, Mar 2023 03:24 PMgujaratijagran.com

પોપટ પાળવો

પાલતૂ પ્રાણીઓ ઘરના માહોલને આનંદિત બનાવે છે. મોટાભાગના લોકો પોતાના ઘરમાં કૂતરુ અને પક્ષીઓ પાળતા હોય છે.

પોપટ રાખવો શુભ કે અશુભ

માનવામાં આવે છે કે પોપટ રાખવો કેટલાંક માટે શુભ તો કેટલાંક માટે અશુભ હોય છે. ચાલો જાણીએ કે પોપટ પાળવો શુભ છે કે અશુભ.

ઉત્તર દિશા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં પોપર રાખવો શુભ માનવામાં આવે છે. તેનાથી બાળકોના અભ્યાસમાં મન લાગે છે અને તેમની યાદશક્તિ વધે છે.

પાંજરામાં રાખવો

જો પોપટને ઘરના પાંજરામાં બંધ રાખવામાં આવે છે તો તેનું ખુશ રહેવું જરુરી છે, જો પોપટ નાખુશ હોય તો તે ખૂબ જ નકારાત્મક પ્રભાવ પડી શકે છે.

બિમારીઓ ઓછી થશે

જો તમે ઘરમાં પોપટ પાળો છો, તો તેનાથી બિમારીઓ ઓછી થઈ શકે છે અને લોકોના મનમાં નિરાશા પણ રહે છે.

લડાઈ- ઝઘડા

જો કોઈના ઘરમાં લડાઈ-ઝઘડા થતા હોય તો પોપટ તેને સાંભળે છે અને તેને અનુસરે છે, આમ થવાથી તમને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.

પોપટ ખુશ ન હોય તો

જો પોપટ ખુશ નથી તો તે માલિકને સારા પરિણામ આપતો નથી. કોઈપણ જીવને બંધક બનાવીને રાખવું યોગ્ય નથી.

નાગરવેલના પાનના ઉપાય સફળતા અપાવશે