હિન્દુ ધર્મમાં નાગરવેલના પાનનો ઉપયોગ પૂજા-પાઠમાં કરાય છે. સાથે તે દેવી-દેવતાઓને પણ અર્પણ કરાય છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ નાગરવેલના પાનને દૈવીય પાન કહેવાય છે. આ પાનનો ઉપયોગ કરવાથી ધનલાભ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ યથાવત રહે છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ આ પાન આર્થિક મુશ્કેલીમાંથી છૂટકારો આપે છે.
જો કોઈ વ્યક્તિને નજર લાગી ગઈ હોય તો તેને પાનમાં ગુલાબની 7 પાંખડીઓ મેળવીને ખવડાવવાથી નજર દોષ દૂર થાય છે.
હનુમાનને નાગરવેલનું પાન પ્રિય છે. આથી ઘણા શિનવાર અને મંગળવારના રોજ પાનનું બીડું અર્પણ કરે છે. જેનાથી તેમની કૃપા રહે.
જો તમારે વ્યવસાયમાં વૃદ્ધિ અને લાભ જોઈએ છે તો તમારે શનિવારે પાંચ પીપળાના પાંચ પાન અને 8 નાગરવેલના પાન દોરીમાં બાંધી દુકાનની પૂર્વ દિશામાં બાંધવા. આવું કરવાથી તમારા વ્યવસાયમાં લાભ મળશે.