ટૂર પર જતી વખતે આ વસ્તુ જોવા મળે તે છે ખૂબ જ શુભ


By Kishan Prajapati26, Mar 2023 06:37 PMgujaratijagran.com

શુભ-અશુભ

યાત્રા પર જતી વખતે ઘણીવાર કેટલાક સંકેત મળે છે. જેને શુભ-અશુભ સંકેત કહેવામાં આવે છે.

શકુન શાસ્ત્ર

શકુન શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલાં કેટલાક સંકેતોનો ઉલ્લેખ કરાયો છે. જેનાથી તમે જીવનમાં થતી શુભ અથવા અશુભની ઓળખ કરી શકો છો.

મહિલા

જો કોઈ યાત્રા પર જતી વખતે તમને પીળા રંગના વસ્તરમાં કોઈ મહિલા જોવા મળે તો તે શુભ સંકેત માનવામાં આવે છે.

પાણી ભરેલું પાત્ર

જો યાત્રા પર જતી વખતે રસ્તામાં પાણી ભરેલું પાત્ર જોવા મળે તે શુભ સંકેત હોય છે.

બ્રાહ્મણ

યાત્રા પર જતી વખતે કોઈ બ્રાહ્મણ જોવા મળે તો તે ખૂબ જ સારો સંકેત હોય છે. જેનાથી તમારી યાત્રા મંગળમય બને છે.

કિન્નર

યાત્રામાં કિન્નર જોવા મળે તે ખૂબ જ શુભ સંકેત છે. આવું થાય તો તેને દાન પણ કરવું.

વાછડાને દૂધ પીવડાવતી ગાય

જો રસ્તામાં કોઈ ગાયના વાછડાને દૂધ પીવડાવતી જોવા મળે તો તે શુભ સંકેત છે. આવું થાય તો સફળતા ચોક્કસ મળે છે.

બિલાડી

જો કોઈ કામથી બહાર જાવ અને બિલાડી રસ્તો કાપે તો અશુભ હોય છે.

તૂટેલો કાચ

યાત્રા પર જતી વખતે તૂટેલો કાચ જોવા મળે તો તે અશુભ સંકેત છે. આવું થાય તો તરત જ ભગવાનનું સ્મરણ કરવું.

ઉકાળેલું દૂધ

યાત્રા પર જતી વખતે ઉકાળેલું દૂધ પડેલું જોવા મળે તો અશુભ માનવામાં આવે છે. આવું થાય ત્યારે ભગવાન શિવના મંત્રનો જાપ કરવો.

ગાયત્રી મંત્રના જાપ કરવાથી મળશે આ લાભ