ગાયત્રી મંત્રને હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ મંત્રથી વ્યક્તિનો ક્રોધ શાંત થાય છે અને તેના અન્ય પણ ઘણા ફાયદા છે.
ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।
આ મંત્રની દરરોજ એક માળા કરવાથી વિદ્યાર્થીને દરેક પ્રકારની વિદ્યા સરળતાથી મળે છે અને અભ્યાસમાં મન લાગે છે.
ગાયત્રી મંત્રની 3 માળા નિત્ય કરવી જોઈએ, એક સૂર્યોદય પહેલા, બીજી બપોરે અને ત્રીજી સૂર્યાસ્ત પહેલાં.
આ મંત્રના જાપથી દરિદ્રતાનો નાશ થાય છે, દુ:ખ દૂર થાય છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. તેના નિયમિત જાપથી જાતકની રુપમાં ચમક આવે છે.
ગાયત્રી મંત્રના જાપ કરનારાઓમાં અંદર સકારાત્મક ઉર્જા આવે છે. આ મંત્રને સર્વક્ષેષ્ઠ ગણવામાં આવે છે.
આ મંત્રમાં એટલી ઉર્જા છે કે માત્ર તેના નિયમિત જાપથી દરેક પ્રકારની નેગેટિવિટી દૂર થાય છે.