ઘરના મુખ્યદ્વાર પર જરુર લગાવો આ વસ્તુઓ


By Pandya Akshatkumar29, Jul 2023 02:47 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્રમાં ઘર સાથે જોડાયેલા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેમાં ઘરના મુખ્યદ્વારને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.

મુખ્યદ્વાર

ઘરના મુખ્યદ્વાર સાથે જોડાયેલ કેટલાક નિયમ જરુર ધ્યાનમાં રાખવા જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

તોરણ

પીપળો, આંબા અને આસોપાલવના પાનાનું તોરણ બનાવીને ઘરના દરવાજામાં દરરોજ બાંધવું જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

ગણેશજીની તસવીર

ઘરના મેન ગેટ પર અંદરની બાજૂ ગણપતિજીની તસવીર રાખવી જોઈએ, જેથી તમામ દુ:ખોનો નાશ થાય છે.

સ્વસ્તિક

ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવું જોઈએ. માન્યતા છે કે ઘરના મેઈન ગેટ પર સ્વસ્તિક બનાવવા પર ઘરને ખરાબ નજર લાગતી નથી.

લક્ષ્મીજીના ચરણ

ઘરના મુખ્યદ્વાર પર લક્ષ્મી માતાની ચરણ પાદુકા રાખવી જોઈએ.

Kali Mirch Upay: શનિવારે કરો કાળા મરીના ઉપાય, ધનનો વરસાદ થશે