Kali Mirch Upay: શનિવારે કરો કાળા મરીના ઉપાય, ધનનો વરસાદ થશે


By Hariom Sharma29, Jul 2023 09:00 AMgujaratijagran.com

બગડેલા કામ સુધારશે

જો તમે શનિની પનોતી સાડા સાતી અથવા તો આર્થિક તંગીથી પરેશાન છો તો શનિવારે કાળા મરીના આ ઉપાય કરી શકો છો. કાળા મરીના આ ઉપાય તમારા બગડેલા કામ સુધારશે.

મુશ્કેલીઓ દૂર થશે

કહેવાય છે કે, ધનલાભ, સંકટોથી છૂટકારો મેળવવા અને ભાગ્યને મજબૂત બનાવવા માટે પણ કાળા મરીના ઉપાય કરવામાં આવે તો મુશ્કેલીઓ જલદી દૂર થઇ જાય છે.

ધનલાભ થશે

કાળા મરીના પાંચ દાણા લો અને પોતાના ઉપરથી સાત વખત ઉતારો, પછી ચાર રસ્તા ઉપર ચારે દિશામાં એક એક ફેંકો. પાંચમો દાણો ઉપરની તરફ ફેંકો. પાછળ જોયા વગર નીકળી જવું, ધનલાભ થશે.

શનિ દોષમાં રાહત

એક નાના કપમાં કાળા મરી અને 11 રૂપિયા બાંધીને કોઇ જરૂરતમંદને દાન આપો. આનાથી શનિ દોષમાં રાહત મળશે.

અડચણો દૂર કરવા માટે

ઘરથી નીકળતા સમયે મુખ્ય દરવાજા ઉપર કાળા મરી રાખો અને તેના ઉપર પગ મૂકીને ઘરની બહાર નીકળો. આમ કરવાથી કામમાં સફળતા મળશે.

ખરાબ નજર ઉતારવા માટે

ખરાબ નજર ઉતારવા માટે ઘરના એક ખૂણાંમાં કાળા મરીના 7-8 દાણા રાખો અને સળગાવી દો. આનાથી ખરાબ નજર, આર્થિક તંગી દૂર થવાની સાથે વાસ્તુ દોષ પણ દૂર થશે.

29 જુલાઈ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today July 29, 2023