કઈ દિશામાં માથુ રાખીને ઉંઘવુ શુભ હોય છે?


By Pandya Akshatkumar16, Jun 2023 03:37 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમે કેવી રીતે અને કઈ બાજૂ પડખું ફેરવી ઉંઘો છે, તેનો જીવન પર પ્રભાવ પડી શકે છે.

ઉંઘવાની દિશા

ઉંઘતા સમયે જો તમારી દિશા યોગ્ય નથી, તો તમારા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સારી ઉંઘ

યોગ્ય દિશામાં માથુ રાખીને સૂવવાથી ન માત્ર સારી ઉંઘ આવે છે પરંતુ તમારી આર્થિક સ્થિતિમાં પણ વૃદ્ધિ થાય છે.

માનસિક પરેશાની

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ તરફ મોંઢુ રાખીને સૂવુ શુભ માનવામાં આવે છે. તે દિશામાં માથુ કરીને સૂવાથી માનસિક પરેશાની દૂર થાય છે.

દક્ષિણ દિશા

દક્ષિણ દિશામાં પગ કરીને ઉંઘવુ ધાર્મિક દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે. સૂવાની યોગ્ય દિશા પૂર્વ છે.

પૂર્વ દિશા

જો દક્ષિણ તરફ મોઢુ રાખીને સૂવુ પોસિબલ ન હોય તો પૂર્વ તરફ માથુ રાખીને સૂવુ જોઈએ.

આ દિશા શુભ

નોકરી અને વ્યવસાયી લોકોએ પૂર્વ તરફ માથુ રાખીને સૂવૂ શુભ ગણાય છે.

Vastu Tips: સાવરણી અને પોતું ઘરમાં આ જગ્યાએ ન રાખો, નહીં તો દરિદ્રતા આવશે