વાસ્તુના નિયમોને માનવાથી તમારા ઘરમાં બરકત આવે છે. તો ચાલો જાણીએ, વાસ્તુ મુજબ ઘરમાં સાવરણી અને પોતુ કેવી રીતે રાખવું જોઈએ?
ઘરની સાફ-સફાઈ માટે સાવરણી-પોતાનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે વાસ્તુ અનુસાર, તેને યોગ્ય દિશામાં રાખવા ખૂબ જ જરૂરી છે.
વાસ્તુ તમારા ઘરના નકારાત્મક અને સકારાત્મક તત્ત્વો પર નજર રાખે છે. જો તમે ઈચ્છો છે કે, તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે, તો ઘરને વ્યવસ્થિત સજાવવું જોઈએ.
સાવરણીથી સફાઈ કર્યા બાદ આપણે તેને યોગ્ય રીતે નથી રાખતા. જેનાથી ઘરમાં નકારાત્મક પણ આવે છે.
ઘરમાં તમે ઉત્તર-પશ્ચિમ અથવા પશ્ચિમ ખુણા પર સાવરણી અને પોતુ રાખી શકો છો. કેટલાક ખાસ અવસર પર સાવરણીની પૂજા પણ કરવામાં આવે છે. જો કે અન્ય દિવસોમાં સાવરણીને પૂજાના સ્થન પર રાખવામાં નથી આવતી.
સાવરણી અને પોતાને ક્યારેય ભૂલથી દક્ષિણ-પૂર્વ દિશા અથવા ઈશાન ખુણામાં રાખવાથી બચવું જોઈએ. પૂજા ઘરમાં સાવરણીને ક્યારેય ના રાખવી જોઈએ.
પુરાણો અનુસાર, એક વખત લક્ષ્મી માતા વૈકુંઠ ગયા, તો તેમણે એ સ્થળને સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ કર્યો હતો.
વાસ્તુ અનુસાર, પૂજાના રૂમ, બેડરૂમ અને રસોડામાં ભૂલથી પણ સાવરણી-પોતુ ના રાખવું જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે.