દુર્ભાગ્યનું કારણ બને છે ઘરની આ દિશામાં રહેલી બારી, આ રીતે બચો


By Sanket Parekh09, Apr 2023 04:33 PMgujaratijagran.com

વાસ્તુ અનુસાર બારી

વાસ્તુમાં ઘરની બારી કંઈ દિશામાં કેવી હોવી જોઈએ?- તેના વિશે જણાવવામાં આવ્યું છે. યોગ્ય દિશામાં બનેલી બારી સુખ અને સૌભાગ્ય લાવે છે.

દુર્ભાગ્યનું કારણ

ખોટી દિશામાં બારી ખુલતી હોવાના કારણે તમારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે. આથી બારીઓ બનાવડાવતી સમયે દિશાઓ સહિત તેની સાથે સંકળાયેલ વાસ્તુ નિયમોને ધ્યાનમાં લેવા જોઈએ.

યોગ્ય દિશા

બારી ખોલવા માટે પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર દિશાની દિવાલ યોગ્ય છે. આ દિશામાં બારીઓ બનાવડાવવી શુભ માનવામાં આવે છે.

લક્ષ્મીનું આગમન

ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે. આ દિશાને ખુલ્લી રાખવી યોગ્ય રહે છે. આથી આ ઉત્તરમાં બારી બનાવવી શુભ મનાય છે. આ દિશામાં બારી ખુલતી હોવાથી ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે.

નૈઋત્ય ખુણો

નૈઋત્ય ખુણામાં બારી ના બનાવવી જોઈએ. ઘરના દક્ષિણ અને પશ્ચિમ દિશાના ભાગને નૈઋત્ય ખુણો કહે છે, કારણ કે આ દિશાના સ્વામી રાહુ-કેતુ છે.

સમ સંખ્યા

વાસ્તુ અનુસાર ઘરમાં બારીઓની સંખ્યા સમ એટલે કે 2,4, 6 પ્રકારે હોવી જોઈએ. વિષમ સંખ્યામાં બારી અશુભ મનાય છે.

અંદરની તરફ ખુલતા દરવાજા

બારીઓ હંમેશા બે દરવાજા વાળી બનાવવી જોઈએ. દરવાજા અંદરની તરફ ખુલતા હોવા જોઈએ. આટલું જ નહીં, દરવાજા ખુલતા સમયે અવાજ ના આવવો જોઈએ.

સજાવીને રાખવી

ઘરની બારીઓને કાયમ વેલ વગેરેથી સજાવીને રાખવી જોઈએ. બારીઓ પર રંગોળી તેમજ ચિત્રકારી કરવી શુભ મનાય છે. આ સિવાય બારી પર સારા પડદા લગાવીને રાખવા જોઈએ.

ઘરેથી નીકળતા છીંક આવવી શુભ કે અશુભ; છીંક આવવાથી કામ બગડે કે સુધરે?