ઘરેથી નીકળતા છીંક આવવી શુભ કે અશુભ; છીંક આવવાથી કામ બગડે કે સુધરે?


By Sanket Parekh09, Apr 2023 04:25 PMgujaratijagran.com

છીંક

છીંક આવવી દૈનિક ક્રિયાનો હિસ્સો છે, પરંતુ આપણે સાંભળ્યું હશે કે, ઘરેથી નીકળતી વખતે છીંક આવવાથી લોકો રોકાઈને પાણી પીધા પછી નીકળે છે. તો ચાલો જાણીએ આ શુભ અશુભ વાતો વિશે

અપશુકન

એવું માનવામાં આવે છે કે, જો કોઈ શુભ કાર્ય પહેલા કે શુભ કાર્ય દરમિયાન જો છીંક આવે, તો તે અપશુકન માનવામાં આવે છે.

ક્યારે અપશુકન નહીં?

શરદી થવાથી વારંવાર છીંક આવે તો તો અપશુકન નથી હોતુ. મેડિકલ સાયન્સમાં બીમારી કે બીમારી વિના છીંક આવવી એક સામાન્ય પ્રક્રિયા છે.

ક્યારે છીંક ખાવી શુભ?

એવું માનવામાં આવે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ દુર્ઘટના સ્થળ, સ્મશાન કે કોઈ શૉક સ્થળ પર છીંક આવે તો તે શુભ હોય છે.

એક વખત છીંક

કોઈ કામ કરવા જતી વખતે તમને એક વખત છીંક આવે, તો તે અપશુકન માનવામાં આવે છે. એક વખત છીંક આવવા પર રોકાઈ જાવ અને પાણી પીધા પછી થોડા સમય બાદ નીકળવું જોઈએ.

એકથી વધુ છીંક

એકથી વધુ છીંક આવવી અપશુકન નહીં પરંતુ શુભ સંકેત છે. જે તમારું કામ સરળતાથી અને સફળતાપૂર્વક પૂર્ણ થવાના સંકેત હોય છે.

ગૃહિણીને છીંક આવવી

એવું મનાય છે કે, જો રસોડામાં દૂધ ગરમ કરતી વખતે જો ગૃહિણીને છીંક આવે તો તે શુભ સંકેત નથી હોતો. જેને આપત્તિજનક માનવામાં આવે છે.

ભોજન અને દવા લેતા સમયે છીંક

જો ભોજન કરતાં સમયે છીંક આવે તો તે અપશુકન માનવામાં આવે છે. જો તમે બીમાર હોવ અને દવા લઈ રહ્યાં હોવ, ત્યારે છીંક આવવી સંકેત માનવામાં આવે છે કે, તમે જલ્દી સ્વસ્થ થવાના છો.

સૂર્યાસ્ત પછી કરો આ કામ, થશે ધનલાભ