સૂર્યાસ્ત પછી પૂજા કરવી શુભ માનવામાં આવી છે. શાસ્ત્રો મુજબ, સૂર્યાસ્ત પછી ભગવાન શિવની આરજી કરવાથી સુખ સમૃદ્ધી પ્રાપ્ત થવાની માન્યતા છે.
સૂર્યોદયની સાથે-સાથે સૂર્યાસ્તના સમયે પણ સૂર્યને પ્રણામ અથવા નમસ્કાર કરવું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.
સૂર્યાસ્તના સમય પછી દરરોજ પૂજા-સ્થાન પર દીવો પ્રગટાવવો. આવું કરવાથી ધન ઓછું થતું નથી.
શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવવાથી મા તુલસી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે.
સૂર્યાસ્ત પછી પૂર્વજોના ફોટો સામે દીવો પ્રગટાવવો અને તેમને નમન કરવું. તેનાથી પિતૃનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને મુશ્કેલી દૂર થશે.
સૂર્યાસ્તના સમયે અથવા પછી બેડ પર સૂવું નહીં. બેડ પર મોડે સુધી સૂવાથી દરિદ્રતા આવે છે.
સૂર્યાસ્ત પછી ઘરે આવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે, ક્યારેય પણ ખાલી હાથે પાછું જવું નહીં. ઘરે કંઈકને કંઈક લઈને આવવું આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે.