જો ગ્રહ-નક્ષત્ર નડી રહ્યાં છે અને સંકટથી ઘેરાયેલા છો, તો અજમાવો આ ઉપાય


By Sanket Parekh07, Apr 2023 04:12 PMgujaratijagran.com

હનુમાન ચાલીસાના પાઠ

હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવાનું શરૂ કરી દો. દરરોજ સંધ્યાવદન સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. જે બાદ કપૂરથી આરતી કરવી જોઈએ.

હનુમાનજીને ચોલા ચઢાવો

5 વખત હનુમાનજીને ચોલા ચઢાવવાથી, તરત જ સંકટોથી મુક્તિ મળી જશે. આ સિવાય દર મંગળવાર અને શનિવારે વડના પત્તા પર લોટનો દીવો પ્રગટાવીને તેને હનુમાનજીના મંદિરમાં મૂકી આવો.

નારિયેળનો ઉતારો

પાણીદાર એક નાળિયેર લો અને તેને તમારા ઉપરથી 21 વખત ઉતારો. જે બાદ કોઈ દેવ સ્થાન પર જઈને અગ્નિમાં હોમી દો. આવું પરિવારના જે સભ્ય પર સંકટ હોય તેના પરથી ઉતારીને કરવું જોઈએ.

ગાય, શ્વાન અને કીડીને ખવડાવો

વૃક્ષ, કીડી, પક્ષી, ગાય, શ્વાન, કાગડા, અશક્ત વ્યક્તિ અને પ્રાણીઓ માટે અન્નજળની વ્યવસ્થા કરવાથી તેમની દુઆઓ મળે છે. જેને વેદોમાં પંચયજ્ઞ પૈકી એક વૈશ્વદેવ યજ્ઞ કર્મ પણ કહેવામાં આવ્યું છે.

માછલીઓને ખવડાવો

નદી કે તળાવ પર જઈને માછલી અને કાચબાઓને લોટ ખવડાવવો જોઈએ. જ્યારે કીડીઓને દળેલો લોટ ખવડાવવાથી સંકટમાંથી મુક્તિ મળે છે.

જળ અર્પણ

એક તાંબાના લોટામાં જળ લો અને તેમાં થોડું લાલ ચંદન મિલાવી દો. આ પાત્રને તમારા માથા તરફ રાખીને રાતે સૂઈ જાવ. સવારે ઉઠીને સૌથી પહેલા આ જળને તુલસીને ચડાવી દો. આવું થોડાક દિવસો સુધી કરો.

Astrological Remedies: સાત દિવસ માટે 7 જ્યોતિષ ઉપાય, અજમાવો અને દૂર્ભાગ્યને દૂર કરો