દરેક દિવસનો એક ગ્રહ સાથે સબંધ માનવામાં આવે છે. જેની સાથે સંકળાયેલા જ્યોતિષ ઉપાય અજમાવાથી તમે તમારા જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરી શકો છો.
સોમવારનો દિવસ ચંદ્ર સાથે સબંધિત છે. ગઠિયા, આંખની સમસ્યા અને શરદી-તાવ રહે છે. ચંદ્રનો દોષ દૂર કરવા માટે સોમવારે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો જોઈએ.
મંગળ ગ્રહનો સબંધ મંગળવાર સાથે મનાય છે. મંગળ ગ્રહ એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, જેને અનેક બીમારીઓનો જનક પણ મનાય છે. મંગળની શાંતિ માટે બજરંગબલીની પૂજા કરવી જોઈએ.
બુધ ગ્રહનો સબંધ બુધવાર સાથે છે. બુધ ગ્રહને મજબૂત કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. જે બાદ લાડવાનો ભોગ ધરાવીને દુર્વા અર્પિત કરવી જોઈએ.
ગુરુવારનો સબંધ ગુરુ બૃહસ્પતિ સાથે માનવામાં આવે છે. કુંડળીમાં ગુરુ ઉચ્ચ હોય, તો પ્રગતિ થાય છે. કુંડળીમાં નબળા ગુરુને મજબૂત કરવા માટે પીળા વસ્ત્ર અને જનેઉનું દાન કરવું જોઈએ.
શુક્ર ગ્રહનો સબંધ શુક્રવાર સાથે માનવામાં આવે છે. શુક્ર ગ્રહ ભૌતિક સુખ-સમૃદ્ધિનો કારક છે. શુક્રની સ્થિતિને મજબૂત કરવા માટે ગરીબ સૌભાગ્યવતી મહિલાને સૌભાગ્યની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
શનિવારનો સંબધ શનિ ગ્રહ સાથે છે. કુંડળીમાં નબળા શનિને મજબૂત કરવા માટે નિયમિત ભગવાન શિવને કાળા તલ મિશ્રિત જળ અર્પણ કરવું જોઈએ. આ સિવાય પીપળાના વૃક્ષ પર જળ અર્પણ કરી શકાય છે.
સૂર્યદેવનો સબંધ રવિવાર સાથે માનવામાં આવે છે. કુંડળીમાં સૂર્યને મજબૂત કરવા માટે નિયમિત સૂર્યોદય સમયે તાંબાના કળશમાં અક્ષત, લાલ ફૂલ અને કુમકુમ મિલાવીને જળ અર્પણ કરવું જોઈએ.