ઘરમાં ઘડિયાળ લગાવતા સમયે વાસ્તુના નિયમોનું કરો પાલન


By Pandya Akshatkumar19, Jul 2023 03:35 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ મૂકવાની દિશાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ લાગી શકે છે.

ઘડિયાળની દિશા

ઘરમાં ઘડિયાળ પૂર્વ દિશામાં લગાવવી જોઈએ. આ દિશામાં ઘડિયાળ લગાવવી શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશામાં પણ ઘડિયાળ લગાઈ શકાય છે.

પશ્ચિમમાં ન લગાવો

પશ્ચિમ દિશામાં ઘડિયાળ કદી ન લગાવો, આ દિશામાં જો ઘડિયાળ હોય તો ગોળ આકાર પસંદ કરવો.

આ દિશા પણ અશુભ છે

દક્ષિણ દિશામાં ઘરની ઘડિયાળ કદી ન લગાવવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

તૂટેલી ઘડિયાળ ન રાખો

ઘરમાં ક્યારે પણ તૂટેલી ઘડિયાળ ન રાખવી જોઈએ. તેનાથી દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.

ઘડિયાળનો રંગ

વાસ્તુમાં જણાવેલા નિયમો અનુસાર ઘડિયાળનો રંગ હળવો હોવો જોઈએ બહુ ભપકો કલર ન રાખવો

દરવાજાની ઉપર ન લગાવો

ઘડિયાળને ક્યારેય દરવાજાની ઉપર ન લગાવો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબાને ઘરમાં ક્યાં રાખવો જોઈએ, આવો જાણીએ