Vastu Tips For Saving Money: ધરમાં નથી ટકતા પૈસા તો વાસ્તુના આ સરળ 5 ઉપાયો અપનાવો


By AkshatKumar Pandya07, Jan 2023 02:20 PMgujaratijagran.com

વાસ્તુ અનુસાર તિજોરીમાં શુભ યંત્રો જેવા કે વેપાર-વૃદ્ધિ યંત્ર, મહાલક્ષ્મી યંત્ર, કુબેર યંત્ર રાખવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરની તિજોરી કદી ખાલી રહેતી નથી.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી ઉત્તર દિશામાં રાખવી જોઈએ કારણ કે આ ભાગમાં કુબેરનો વાસ હોય છે. જો તમે તિજોરીમાં ધન રાખો છો તો તેને તિજોરીના ઉપરના ભાગમાં રાખવું જોઈએ.આ દિશામાં રાખો તિજોરી

મોટાભાગે લોકો રાતના ભોજન બાદ વાસણ ધોયા વગર રાખે છે, આ એક મોટો વાસ્તુદોષ છે. એઠા વાસણ કદી રાતે ધરમાં રખાય નહીં. રાતે ભોજન કરી વાસણ ધોઈ દેવા જોઈએ.વાસણો તરત ધોઈ નાખો

મંદિરમાં લક્ષ્મી અને કુબેર યંત્રની મુર્તિ સ્થાપિત કરોધનપ્રાપ્તિ માટે પૂજા ઘરમાં ધનની દેવી લક્ષ્મી અને કુબેર દેવની મૂર્તિ સ્થાપિત કરો. તેમની નિયમિત પૂજા કરો. આ ઉપાયથી પણ ઘરમાં રુપિયાની કમી નહીં થાય.

ઘરમાં ધન સંબંધિત બાબતોથી પરેશાન હોઇએ તો પૂજા ઘરમાં શંખ રાખવો જોઈએ. સાથે જ નિયમિત પૂજા દરમિયાન શંખ વગાડવો જોઈએ. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.ઘરમાં શંખ રાખો

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

10 મિનિટમાં બાથરુમની ટાઈલ્સ સાફ કરવાની ટિપ્સ