By Jagran Gujarati07, Jan 2023 12:38 PMgujaratijagran.com
ઘરના બાથરુમને સૌથી ગંદી જગ્યામાં ગણવામાં આવે છે. તેને સરળતાથી સાફ કરી શકાતું નથી. કેમ કે વારંવાર પાણીને કારણે તેમાં ગંદકી જામી જાય છે.
બાથરુમમાં રહેલી ટાઈલ્સની સફાઈ કરવી વધારે મુશ્કેલ છે. કેમ કે પાણીના કારણે એમાં પીળા ડાઘ પડી જાય છે. પરંતુ તેની સફાઈ કરવા માટે હંમેશા પ્રોફેશનલ સફાઈ કરાવવી શક્ય નથી.
બાથરુમમાં સતત પાણી અને સાબુ હોય છે. જ્યાં ડિટરજન્ટથી સાફ થાય એવું શક્ય નથી. તમે હાર્પિક જેવા ક્લીનર એક મર્યાદામાં જ સાફ કરવા લઈ શકો છો.
બાથરુમની સફાઈ જો તમારે માટે મુશ્કેલ હોય તો કેટલીક ટિપ્સ જણાવીએ જે તમારા કામને સરળ બનાવી શકે છે.
2 ચમચી ડિટરજન્ટ પાવડર . 1 મોટી ચમચી ખાવાના સોડા. 1 ચમચી હાર્પિક અથવા બાથરુમ ક્લીનર.
બધી સામગ્રીને એક સાથે મિક્સ કરો અને થાડું પણી ઉમેરીને &તેને આખા બાથરુમમાં રેડો. તેને પાંચ મિનિટ માટે રહેવા દો પછી &ઓછામા ઓછી પાંચ મિનિટ બ્રશની મદદથી તેને ઘસો.
હવે તમે તેને 5 મિનિટ માટે રહેવા દો. જો તમે 10 મિનિટ આપશો તો પણ તે કામ કરશે. બાથરુમ ક્લીનર પૂરી રીતે ફ્લોર પર ફેલાઈ જવું જોઈએ. આ પછી ફ્લોર પર પાણી રેડો અને વાઈપર ફેરવો. ફ્લોર સાફ થઈ જશે.
એક વાતનું ધ્યાન રાખીએ કે બાથરુમ ક્લીનર બનાવતી સમયે તે ફીણ છોડશે. તેથી જ તેને તમે ચમચી વડે મીક્સ કરો જેથી ફીણ બેસી જાય.
આપણે જે રીતનું ક્લીનર બનાવી રહ્યા છીએ રાસાયણ પ્રક્રિયા કરશે. તેના માટે તમે મોજા પહરીને કામ કરશો તો સારુ રહશે. આનાથી બાથરુમની રંગીન ટાઈલ્સ પણ ચમક આવશે.