વાસ્તુનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે.વાસ્તુમાં દરેક વસ્તુને લગતા નિયમો સમજાવવામાં આવ્યો છે.
આજે આપણે રસોડાના નિયમો વિશે વાત કરીશું,રસોડાને લગતા વાસ્તુ નિયમો અપનવવાથી ઘરમાં સુખ-સંમૃદ્ધિ આવે છે.
આ નિયમો અપનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. બીજી તરફ તેમને અવગણવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.
વાસ્તુ અનુસાર રસોડામાં સિંકની દિશા ઉત્તર દિશા તરફ હોવી જોઈએ. જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.
તેવી જ રીતે ફ્રીજ રાખવાની દિશા ઉત્તર-પશ્ચિમમાં હોવી જોઈએ. ફ્રીજને આ દિશામાં રાખવું જોઈએ.
રસોડામાં ગેસનો ચૂલો રાખવાની દિશા પણ આપવામાં આવી છે.તેની દિશા પૂર્વ હોવી જોઈએ. આ દિશામાં ગેસ રાખવાથી ઘરમાં સુખ-સંમૃદ્ધિ આવે છે.
વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર રસોયાનું મોઢું પૂર્વ દિશા તરફ હોવું જોઈએ.
વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે રસોડામાં એઠા જુઠા વાસણો ક્યારેય ન રાખવા જોઈએ, આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
વાસ્તુ સંબંધિત આવા વધુ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.