Vastu Tips: ઘરમાં ના રાખો આ પ્રકારની લક્ષ્મી માતાની મૂર્તિ, જાણો આ વાસ્તુ ટીપ્સ
By Jagran Gujarati21, Jan 2023 06:30 AMgujaratijagran.com
માતા લક્ષ્મીને હિન્દુ ધર્મમાં ધન અને સફળતાની દેવી માનવામાં આવે છે. ઘરમાં લક્ષ્મી માતાની મૂર્તિ સ્થાપના સમયે આ ભૂલ ના કરો.ધન અને સફળતાની દેવી
મંદિરમાં લક્ષ્મી માતાનો ફોટો દક્ષિણ દિશામાં ન રાખો. આ દિશાને યમ અને પિતૃઓની દિશા માનવામાં આવે છે. આવું કરવાથી આર્થિક સંકળામણ આવી શકે છે.&આ દિશામાં ના રાખો ફોટો
ઘરમાં લક્ષ્મી માતાનો ઊભો ફોટો ન લગાવવો. આ પ્રકારની તસવીર લગાવવાથી પૂજાનું ફળ મળતું નથી.ઊભી મૂર્તિ કે ફોટો ન રાખો
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે &માં લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિ ઉત્તર અથવા તો ઈશાન ખૂણામાં રાખવો, તેને શુભ માનવામાં આવે છે.&કઇ દિશામાં રાખવો ફોટો
ઘરમાં લક્ષ્મી માતાનો એવો ફોટો ના રાખવો જેના પર તેઓ ઘુવડ પર બિરાજમાન હોય. કારણ કે લક્ષ્મી માતા ચંચળ સ્વભાવના હોય છે, ઘરમાં ધન સ્થિર રહેતું નથી.&ઘુવડ પર બિરાજમાન માં લક્ષ્મી
લક્ષ્મી માતાની એકથી વધારે મૂર્તિ કે ફોટો રાખવો જોઇએ નહીં. આવું કરવાથી ઘરમાં ઘણાં પ્રકારના દોષ લાગે છે. વાસ્તુ પ્રમાણે આ શુભ નથી. &એકથી વધુ મૂર્તિ ન રાખો