વાસ્તુ શાસ્ત્રમાં સકારાત્મક ઉર્જોને વધારવા ધણા મહત્વપુર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોને અપનાવીને તમે સકારાત્મક ઉર્જાનેના પ્રવાહને સંતુલિત કરી શકો છો.
વાસ્તુ શાસ્ત્રમાં સકારાત્મક ઉર્જોને વધારવા કેટલાક મહત્વપુર્ણ ઉપાયો બતાવવામા આવ્યા છે જેનું રોજ અનુસરણ કરવાથી ઘરની આર્થિક સ્થિતી મજબૂત થાય છે.
રોજ સવારમા ઊઠીને મુખ્ય ઘ્વાર પર સાવરણીથી સાફ કરવો જોઈએ અને બંને તરફ પાણી રેડીને સાફ સફાઈ કરવી જોઈએ આનાથી સકારાત્મક ઉર્જા પ્રસરે છે.
જેની મુખ્ય દ્વાર સાફ રહે છે ત્યા નકારાત્મકતા દૂર રહે છે, અને ત્યા મા લક્ષ્મીનું આગમન થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં સ્વસ્તિક ચિહ્નને ઘણું શુભ માનવામાં આવે છે,સ્વસ્તિકને ગણેશજીનું પ્રતિક માનવામાં આવે છે. આનાથી તમારા ઘરમા સુખ સમૃદ્ધી આવે છે.
વાસ્તુ પ્રમાણેે રોજ પૂજા પાઠ કર્યા પછી હળદર વાળુ પાણીને મુખ્ય દ્વાર પર છંટકાવ કરો, આને તમે ઘરમાં પણ કરી શકો છો.
જો ખોલ-બંધ કરતી વખતે તમારા દરવાજામાં અવાજ આવતો હોય તો તેલનો ઉપયોગ કરીને તેને રીપેર કરી લેવો અથવા તેને સરખો કરાવી લેવો, મુખ્ય દ્વાર અને ઘર આંગણું ક્યારે પણ તુટેલુ ના હોવું જોઈએ.