Vastu Tips: સુખ-સમૃદ્ધિ માટે રસોઇ ઘરમાં કરો આ સરળ વાસ્તુ ઉપાય


By 06, Feb 2023 07:30 AMgujaratijagran.com

રસોઇ ઘર વાસ્તુ

વ્યક્તિ અને એમાં પણ ખાસ કરીને ગૃહિણીઓને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણેના કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જોઇએ. આમ કરવાથી ખરાબ અસરનો ડર ખતમ થઇ જશે, સાથે જ પરિવારમાં સુખ-સમૃદ્ધિનો વધારો થશે.

પૂર્વ દિશાનું રાખો ધ્યાન

રસોઇમાં ખાવાનું બનાવતા સમયે વિશેષ ધ્યાન રાખો કે, તમારું મુખ પૂર્વ દિશામાં હોય અને ગેસ ઉત્તર દિશામાં ના હોય. આનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા દૂર થઇ જાય છે.

સાફ-સફાઇ

આપણે સૌ જાણીએ છીએ કે રસોઇ ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. એવામાં ભોજન બનાવવાની જગ્યાને હંમેશા સાફ-સફાઇ રાખવી જોઇએ. આનાથી અનાજમાં વધારો થાય છે, અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

કાળો રંગ

રસોઇ ઘરમાં કાળા રંગનો ઉપયોગ ઓછો કરવો કારણ કે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કાળો રંગ નકારાત્મક ઊર્જાનું પ્રતિક ગણાવામાં આવે છે. આ કારણથી કિચનનાં કપબોર્ડ અથવા સ્લેબનો રંગ લાઇટ કલરના રાખો.

સિન્ક નીચે કચરાપેટી

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સિન્ક નીચે કચરાપેટી રાખવાથી જીવન પર અશુભ પ્રભાવ રહે છે. આમ કરવાથી નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.

Shani Gochar 2023: શનિ દેવની અસ્ત અવસ્થા આ 5 રાશિઓ માટે છે જોખમી