Shani Gochar 2023: શનિ દેવની અસ્ત અવસ્થા આ 5 રાશિઓ માટે છે જોખમી


By 06, Feb 2023 02:49 PMgujaratijagran.com

ન્યાયના કારક ગ્રહ

શનિદેવને ન્યાયના કારક ગ્રહ માનવામાં આવે છે પરંતુ શનિની અશુભ સ્થિતિ ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

શનિદેવ અસ્ત

શનિ હાલમાં જ કુંભ રાશિમાં પ્રવેશ્યા છે. 5 માર્ચ સુધી તેઓ અસ્ત અવસ્થામાં રહેશે.

આ રાશિઓએ સતર્ક રહેવું જરુરી

શનિદેવની આ અવસ્થાથી 5 રાશિના જાતકોએ દરેક બાબતે સતર્ક રહેવું જરુરી છે.

કર્ક રાશિ

આ સમયગાળા દરમિયાન મન અશાંત રહેશે, વ્યર્થ ખર્ચા થશે અને કોઇ પણ સાથે વાદ વિવાદ થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોમાં ધીરજનો અભાવ જોવા મળશે, નોકરીમાં ઓફિસરો સાથે ઉગ્ર ચર્ચા થશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ખૂબ ગુસ્સો આવશે. નોકરીમાં પણ મુશ્કેલ સમય આવશે. જીવનસાથી સાથ મતભેદ થશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને શનિદેવ ખૂબ મહેનત કરાવશે. નોકરીમાં ખૂબ વ્યસ્ત રહેશો. કર્મોનું ફળ આ વર્ષે નહીં મળે. પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

મીન રાશિ

આ સમયગાળા દરમિયાન મીન રાશિના જાતકોનું મન થોડું વિચલિત થશે. વાણી સમજી વિચારીને વાપરવી. મિત્ર સાથે કોઈ બાબતે અણબનાવ થઈ શકે છે.

Mahashivratri 2023: આ મહાશિવરાત્રિ કરો મહામૃત્યુંજય મંત્રના જાપ