Mahashivratri 2023: આ મહાશિવરાત્રિ કરો મહામૃત્યુંજય મંત્રના જાપ


By 06, Feb 2023 02:24 PMgujaratijagran.com

મહામૃત્યુંજય મંત્રનો મહિમા

જો તમે શિવરાત્રિના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરશો તો તે તમારા માટે વિશેષરુપે ફાયદાકીય બની શકે છે, જાણો તેના ફાયદા

શિવ પાર્વતી વિવાહ

સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતાં. આ દિવસે કેટલાંક વિશેષ ઉપાયો કરવામાં આવે છે.

કષ્ટોમાંથી મળે છે મુક્તિ

મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા ખૂબ ફળદાયી ગણાય છે અને તે દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. ઘણા કષ્ટો અને દોષોથી મુક્તિ મળી શકે છે.

આવી રીતે કરો મંત્રના જાપ

મહાશિવરાત્રિના દિવસે સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યાર બાદ મંત્રના જાપ ઓછામાં ઓછા 108 વખત કરો અને આંખો બંધ કરીને મંત્રનું ઉચ્ચારણ કરો.

દૂર થાય છે દોષ

આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. કુંડળીમાં માંગળિક દોષ, નાડી દોષ. કાલસર્પ દોષ, સંતાન બાધા દોષ સમાપ્ત થાય છે.

Astro Tips: આથમતા સૂરજે આ કામ ના કરો, નહીં તો મળશે અશુભ પરિણામ