વાસ્તુ પ્રમાણે પેપર, પુસ્તકનો સંબંધ બુધ સાથે છે. અતઃ બુધને તકિયા નીચે દબાઇને રાખવાથી બુદ્ધિ અને કરિયર બંને પર તેની ખરાબ અસર થાય છે.
એવી માન્યતા છે કે, જૂતા- ચંપલ બાજુ માથું રાખીને ઊંઘવાથી તમારા સ્વાસ્થય પર તેની અસર થાય છે. તમે શારીરિક અને માનસિક રીતે કમજોરી અનુભવો છો.
પર્સ અથવા પૈસા તકિયા નીચે રાખીને ઊંઘવાથી ધન હાનિ થાય છે. આવું કરવાથી તમને આર્થિક નુકસાન થઇ શકે છે.
મોબાઇલ ફોન જેવી વસ્તુઓમાં તરંગો નીકળે છે. જે તમને મગજ પર અસર કરે છે. તકિયા નીચે રાખીને ઊંઘવાની આ ટેવથી બચો.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાણીની બોટલ તકિયા નીચે રાખીને ઊંઘવાથી તમારી કાર્યક્ષમતા પર તેની અસર થાય છે. આમ કરવાથી આર્થિક સમસ્યા આવી શકે છે.