હિન્દુ ધર્મમાં મુંડન સંસ્કાર એટલે બાળકના જન્મ બાદ આવેલા વાળને દૂર કરવામાં આવે છે


By 30, Jan 2023 10:13 AMgujaratijagran.com

મુંડનનું મહત્વ

મુંડન સંસ્કાર કરાવવાથી બળ, આયુ, આરોગ્ય અને તેજ વધે છે. બાળકનો માનસિક અને શારીરિક વિકાસ પણ ઝડપથી થાય છે.

મુંડન કેમ કરવામાં આવે છે?

સનાતન ધર્મમાં 16 સંસ્કાર હોય છે, જેમાં મુંડન સંસ્કાર સૌથી મહત્વપૂર્ણ સંસ્કારમાંથી એક ગણાય છે.

કઈ રીતે કરાવવામાં આવે છે મુંડન?

કેટલાંક લોકો શક્તિ પીઠ કે તીર્થસ્થળ પર જઈને મુંડન કરાવે છે. અહીં મુંડન કરાવવાથી પોઝિટિવ વાઈબ્સ મળે છે જે બાળકના મગજ પર સારી અસર ઊભી કરે છે.

પાપમાંથી મુક્તિ મળે છે

મનુષ્યનું જીવન 84 લાખ યોનિઓ પછી મળે છે. એવામાં ગત તમામ જન્મના ઋણ અને પાપ ઉતારવા માટ શિશુના વાળ ભેટ સ્વરૂપે કાપવામાં આવે છે.

મુંડન માટેનો શુભ સમય

મુંડન કરાવવા માટે દ્વિતીય, તૃતિય, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી અને દ્વાદશી તિથિ શુભ ગણાય છે. દિવસની રીતે જોઈએ તો સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર શુભ માનવામાં આવે છે.

જન્મના કેટલા સમય બાદ મુંડન કરાવાય

કેટલાંક લોકો 1થી 3 વર્ષની ઉંમરમાં જ મુંડન સંસ્કાર કરાવે છે. તો કેટલાંક 5થી 7 વર્ષની ઉંમરે કરાવે છે. આજકાલ તો લોકો 3 મહિનાના બાળકના પણ મુંડન સંસ્કાર કરાવી દે છે.

માતાના ખોળામાં કરાવાય છે મુંડન

માતાના ખોળામાં બેસાડીને જ બાળકનું મુંડન કરાવાય છે. મુંડન સમયે બાળકનું મોઢું પશ્ચિમ દિશામાં રાખવામાં આવે છે, જેને અગ્નિ દિશા પણ કહેવાય છે.

કઈ રીતે કરાવવામાં આવે છે મુંડન?

કેટલાંક લોકો શક્તિ પીઠ કે તીર્થસ્થળ પર જઈને મુંડન કરાવે છે. અહીં મુંડન કરાવવાથી પોઝિટિવ વાઈબ્સ મળે છે જે બાળકના મગજ પર સારી અસર ઊભી કરે છે.

જો તમે બાળકના મુંડન કરાવવાનું વિચારી રહ્યાં છો તો શુભ તિથિ, દિવસ જાણી લો.

Vastu Tips: ઘરનાં મુખ્ય દ્વાર પર ભૂલથી પણ ના રાખો આ વસ્તુઓ