વાસ્તુ પ્રમાણે ઘરમાં રાખેલી દરેક વસ્તુઓનું પોતાનું એક વિશેષ મહત્ત્વ હોય છે.
તમારા જીવનમાં આવનારી સમસ્યા અને મુશ્કેલીઓનું કારણ વાસ્તુ દોષ હોઇ શકે છે.
વાસ્તુઓના નિયમો પ્રમાણે ઘરના મુખ્ય દ્વાર પર આ વસ્તુઓ ના હોવી જોઇએ.
ઘરનાં પ્રવેસ દ્વાર ઉપર ભૂલથી પણ ચપ્પલનું સ્ટેન્ડ ના રાખો. આનાથી ઘરમાં નેગેટિવ ઊર્જાનો સંચાર થાય છે.
વાસ્તુ પ્રમાણે દક્ષિણ- પશ્ચિમ દિશામાં બારી ના હોવી જોઇએ.
ઘરની બહાર રહેલી નેમપ્લેટ હંમેશાં સાફ રાખવી જોઇએ. એક ચમકતી નેમપ્લેટ ઘણાં અવસરોને તક આપે છે.
ઘરનો મુખ્ય દ્વાર લાકડાંનો હોવો જોઇએ. સાથે જ ઉત્તર, ઉત્તર- પૂર્વ, પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં હોવો જોઇએ.