જ્યોતિષમાં રાહુકાળને અશુભ મુહૂર્ત માનવામાં આવે છે. રાહુકાળમાં કોઈ પણ કામ કરવાથી સફળતા મળતી નથી.
રાહુકાળનો અધિપતિ ગ્રહ રાહુ છે, જે અશુભ ફળ આપે છે. દરરોજ દોઢ કલાકનો સમય રાહુકાળ હોય છે.
સૂર્યોદયના સમય, સ્થાન, અને દિવસ અનુસાર રાહુકાળની ગણના થાય છે. દરરોજ અલગ-અલગ રાહુકાળ હોય છે.
રાહુકાળમાં કોઈ પણ નવા કાર્યની શરુઆત ન કરવી જોઈએ. યાત્રાની શરુઆત પણ ન કરવી.
રાહુકાળમાં કોઈ પણ પ્રોપર્ટી, વાહન, આભૂષણ ન ખરીદવા.