રૂમમાં તાજા સુંગધી ફૂલો રાખવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. તાજા ફૂલોની મહેકથી મન પ્રસન્ન થાય છે, સકારાત્મક્તાનો સંચાર થાય છે.
ઘર હોય કે ઓફિસ, લાફિંગ બુદ્ધા રાખવાથી સકારાત્મક ઊર્જા આવે છે. જીવનમાં સુખનો સંચાર થાય છે.
ઘરમાં લીલા છોડા લગાવવાથી સાકારાત્મક ઊર્જાનોનો પ્રવાહ થાય છે. હિન્દુ માન્યતા પ્રમાણે ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો શુભ ગણાય છે. આનાથી નકારાત્મક શક્તિઓ નજીક આવતી નથી.
ઘરના મંદિરમાં પારાનું શિવલિંગ રાખવાથી ભગવાન શિવની કૃપા હંમેશાં બની રહે છે. આનાથી ધનલાભ થાય છે, અને માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે.
ઘરમાં ક્રિસ્ટલનું શ્રીયંત્ર રાખવું શુભ ગણવામાં આવે છે. શ્રીયંત્રને ધનના સ્થાન પર રાખવાથી ધન લાભ થાય છે. શ્રીયંત્ર રાખવાથી આજુ-બાજુની નકારાત્મક ઊર્જા દર થાય છે, અને ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે.