Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પર ન રાખો આ વસ્તુઓ, થઇ શકે છે આર્થિક નુકસાન


By Rakesh Shukla04, Jan 2023 10:00 AMgujaratijagran.com

ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલા વાસ્તુ તમારા જીવન પર અનેકવિધ પ્રભાવ પાડે છે. ઘરના મુખ્ય દરવાજા પર મુકવામાં આવેલી વસ્તુઓ જીવનને સુખમય બનાવવાની સાથોસાથ તમારું &નુકસાન પણ કરાવી શકે છે. નવી દિલ્હીના જાણીતા પંડિત, એસ્ટ્રોલોજી, કર્મકાંડ, પિતૃદોષ અને વાસ્તુ વિશેષજ્ઞ પ્રશાંત મિશ્રા પાસેથી જાણીએ...

ઘરના મુખ્ય દ્વારથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. તેવામાં મુખ્યદ્વાર પર જૂતા-ચપ્પલ ક્યારેય ન રાખો. નહીંતર તમારી આવક ઓછી થઇ શકે છે અને ખર્ચ વધી શકે છે.&જૂતા-ચપ્પલ

ઘણા લોકો ઘરની સજાવટ માટે મુખ્ય દ્વાર પર મની પ્લાન્ટ લગાવે છે. આવું ભૂલથી પણ ન કરવું જોઇએ. અનેક લોકો બીજાના ઘરેથી મની પ્લાન્ટના પત્તાઓ અથવા ડાળી તોડીને પોતાના ઘરે લગાવે છે, જેનાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે.&મની પ્લાન્ટ

ક્યારેય માતા લક્ષ્મીની મૂર્તિને ઘરના બહારના ભાગ પર ન લગાવવી જોઇએ. તેમની પૂજાનો નિયમ છે, જેમાં ધ્યાન રાખવું જરૂરી છે. ઘરની બહાર માતાજીની મૂર્તિ લગાવવાથી માતા ઘરમાં પ્રવેશ કરવાનું પસંદ કરતા નથી.&લક્ષ્મીજીની મૂર્તિ

ઘણા લોકો મુખ્ય દ્વાર પર બહારની તરફ જોતા હોય તેવા લાફિંગ બુદ્ધાની મૂર્તિ લગાવે છે. આ ભૂલ તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. એવું માનવામાં આવે છેકે, લાફિંગ બુદ્ધાનું મોઢું બહારની તરફ હોવાનો અર્થ છે ઘનનું ઘરની બહાર જવું.&લાફિંગ બુદ્ધા

ઘણા લોકો મુખ્ય દ્વારની બાજુમાં કચરાપેટી રાખે છે, જે ખોટું છે. આમ કરવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી અને આર્થિક નુકસાન થવા લાગે છે.&કચરાપેટી

કેટલાક લોકો ઘરમાં તૂટેલા-ફૂટેલા સામાનને મુખ્ય ગેટ પર લગાવીને રાખે છે. ઘરની આર્થિક સ્થિતિ સુવ્યવસ્થિત રાખવી હોય તો ક્યારેય પણ ઘરના મુખ્ય દ્વારની બહાર તૂટેલો સામાન જેમકે ફર્નીચર, ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન અથવા કોઇ તૂટેલો સામાન ન રાખો.&તૂટેલો સામાન

ઝાડૂમાં લક્ષ્મીજીનું રૂપ હોય છે. ઝાડૂને હંમેશા ઘરની એવી જગ્યા પર રાખવું જોઇએ જેનાથી બીજાની નજર તેના પર ન પડે. તેનાથી ખરાબ દૃષ્ટિથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. ઘરની બહાર ઝાડૂ મુકવાથી લક્ષ્મી ઘરની બહાર જતી રહે છે.&ઝાડૂ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Avika Gor 'બાલિકા વધુ'ની 'છોટી આનંદી'નો અમેઝિંગ સાડી લુક્સ, જુઓ તસવીરો