વાસ્તુ અનુસાર ઘરની દરેક વસ્તુ કોઈ યોગ્ય દિશામાં રાખવી જોઈએ.
અનાજને રાખવા માટે દિશા દક્ષિણ-પશ્ચિમ દિશાનો મધ્ય ભાગ યોગ્ય છે.
જો તમે અનાજને ઘરમાં લાંબા સમય સુધી સ્ટોર કરો છો તો તેને ઘરના નૈઋત્ય દિશામાં રાખો.
જો કિચનમાં અનાજ રાખો છો તો તમે ઉત્તર દિશામાં અનાજ રાખી શકો છો.
કિચન સિવાય તમે કોઈ જગ્યા પર અનાજ રાખતા હોવ તો વાયવ્ય ખૂણો યોગ્ય છે.
વાસ્તુ અનુસાર ઘરમાં આ દિશાઓમાં અનાજ રાખવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે.