Vastu Tips For Moneyપૈસા ગણતી વખતે ન કરો આ ભૂલ, લક્ષ્મીજી નારાજ થઈ જશે
By Jagran Gujarati09, Jan 2023 04:04 PMgujaratijagran.com
વાસ્તુશાસ્ર મુજબ પૈસાની ગણતરી વખતે જો આ લાપરવાહી કરશો તો તમારી મુશ્કેલી વધી શકે છે. આજે પૈસા ગણતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અમે જણાવીશું.
નોટ પર થૂંક ન લગાવવુંતમે ઘણીવાર નોટોની ગણતરી વખતે લોકોને થૂંક લગાવતા જોયા હશે. પરંતુ આવું ન કરવું જોઈએ. નોટો પર થૂંક લગાવવાને અશુભ માનવમાં આવે છે
પૈસા નીચે ન પડી જાય તે જુઓસામાન્ય રીતે આપણે પૈસાને ઘરના કોઈને કોઈ ભાગમાં રાખી દઈએ છીએ. તેના કારણે ઘણીવાર પૈસા પડી જાય છે. આથી સારું એ જ રહેશે કે પૈસાને યોગ્ય જગ્યાએ રાખો.
પૈસા સાથે ક્યારેય ન રમોપૈસા સાથે રમવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. એટલા માટે તમારે ક્યારેય પૈસા સાથે રમવું ન જોઈએ. ઘરમાં કોઈ બાળક આવું કરે તો તેને રોકો.
હેઠા હાથ ન લગાવોજમતી વેળાએ હેઠા હાથ પૈસાને ન લગાવવા જોઈએ. આવા હાથે પૈસાને અડવાથી લક્ષ્મીજી નારાજ જાય છે.
ધમંડ ન કરોએક જાણીતી કહેવત તમે સાંભળ્યું જ હશે કે ક્યારેય પૈસાનું ધમંડ ન કરવું જોઈએ. માનવમાં આવે છે કે પૈસા હાથનો મેલ છે. ઘમંડ કરતા તે જતા રહે છે.
સ્વચ્છ જગ્યાએ રાખોપૈસાને ક્યારેય ગંદી જગ્યાએ ન રાખવા જોઈએ. સ્વચ્છ અને સુરક્ષિત જગ્યાએ જ રાખવા જોઈએ.
જરૂરિયાતમંદને મદદ કરોજરૂરિયાતમંદને મદદ કરવી સારું કહેવાય છે. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા પૈસાથી બીજાની સેવા થાય છે.
લક્ષ્મી સાથે જોડાયેલી આ વાતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. &જો સારી લાગી તો તમારા મિત્રોમાં શેર કરો.