છોલે સમોસાનું નામ સાંભરીને જ આપણા મોં માં પાણી આવી જાય છે પરંતુ છોલે સમોસાની ચાટનો સ્વાદ અલગ અલગ પ્રકારની ચટણીની મદદથી વધારી શકાય છે. એવામાં તમે આ ચાટ બજારમાં ખાતા હોય તો ઠીક છે પણ જો તમે તેને ઘરે બનાવીને ખાતા હોય તો આ સાત પ્રકારની ચટણીથી તમે સમોસા ચાટનો સ્વાદ વધારી શકો છો.ચલો જાણીએ આ સાત પ્રકારની ચટણી વિશે.
તમે છોલે સમોસાની ચાટ સાથે કોથમીરની ચટણી બનાવી શકો છો. તેમાં થોડું લીંબૂ , કાળુ મીંઠુ , લીલું મરચું કાપીને નાખવાથી સ્વાદિષ્ટ ચટણી બને છે. તેને છોલે સમોસા ચાટમાં નાખવાથી સમોસા ચાટનો સ્વાદ લાજવાબ બને છે.
તમે ટમાટરને મિક્સરમાં છુંદીને તેમાં લીલા મરચાં અને તેલમાં સેકેલુ જીરુ નાખી દો. ત્યારબાદ તેમાં હીંગ અને મીઠું ઉમેરો. હવે તમારી છોલે સમોસાની ચાટનાં સ્વાદમાં વઘારો કરવા ટામેટાની ચટણી તૈયાર છે.
તમે લીંબૂ , હીંગ , જીરા , કાળુ મીઠું , સફેદ મીઠાંની મદદથી તેની ખાટી મીઠી ચટણી બનાવી શકો છો. તેનાથી છોલે સમોસાની ચાટનો સ્વાદ અનેકગણો વધી જાય છે.
તમે ઘરે જ મીઠું,આંબળી, હીંગ, જીરાની મદદથી આંબળીની ચટણી બનાવી શકો છો. છોલે સમોસાની ચાટમાં આંબળીની ચટણી નાખતા જ તમારી ચાટનો સ્વાદ વધી જશે.
તમે ઠંડીમાં ફૂદીનો, લીલું મરચું, દહીં, જીરા, કાળુ મીઠાંનો ઉપયોગ કરીને ફૂદીનાંની ચટણી બનાવી શકો છો. જો ચાટનો સ્વાદ વધારવો હોય તો ફૂદીનાંની ચટણી એક સારો વિકલ્પ છે.
તમે લસણની કેટલીક કળીઓ, હીંગ, જીરા, લાલ મરચું, મીઠું, ખાંડ,આદુની મદદથી લસણની ચટણી બનાવી શકો છો. તેનાથી ચાટનો સ્વાદ વધી જશે.