અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ 9 સ્ટેશનો પર થોભશે અને 5 કલાક 45 મિનિટમાં 360 કિલોમીટરનું અંતર કાપશે. ટ્રેનની મહત્તમ સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ભુજથી દરરોજ (રવિવાર સિવાય) સવારે 05:05 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ સેવા 18 સપ્ટેમ્બરથી શરૂ થશે.
આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયો, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખીયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશને ઉભી રહેશે.