Mukhwas Recipe: તલ અને વરિયાળીનો મુખવાસ બનાવવાની રીત


By Vanraj Dabhi16, Sep 2024 04:48 PMgujaratijagran.com

તલ-વરિયાળીનો મુખવાસ

ભોજન લીધા પછી મોટા ભાગના લોકોને મુખવાસ ખાવાની ટેવ હોય છે, આજે અમે તેને તલ-વરિયાળીનો મુખવાસ બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

તલ, વરીયાળી, અજમો, મીઠું, હળદર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક થાળીમાં તલની વચ્ચે હળદર, મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે બીજી એક થાળીમાં વરીયાળી, હળદર,મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળીને મિકસ કરી લો.

સ્ટેપ-3

હવે ત્રીજી થાળીમાં અજમો, હળદર, મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં એક પછી એક એમ ત્રણેય સામગ્રીને હળવી શેકી લો.

સ્ટેપ-5

હવે એક બાઉલમાં બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે તલ અને વરિયાળીનો મુખવાસ, તમે ભોજન લીધા પછી સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાકઈ-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vada Pav Dhokla: વડા પાવ ઢોકળાની યુનિક રેસીપી